8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ આજરોજ વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરની જી.જી. હોસ્પિટલમાં નર્સિંગ યુનિટ દ્વારા પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જી.જી. હોસ્પિટલમાં નર્સિંગ અધિક્ષકની કચેરી ખાતે મહિલા નર્સિંગ કર્મચારીને પુષ્પ આપી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ નર્સિંગ મહિલા કર્મચારી દ્વારા આકર્ષક રંગોળી પણ કરવામાં આવી હતી. તેમજ એક-બીજાને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે જામનગર જી.જી. હોસ્પિટલ ટી.એન.એ.આઇ. લોકલ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ ટ્વિન્કલ ગોહેલ સહિતના નર્સિંગ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.