છેલ્લા 21 વર્ષથી રીયાલીટી શોમાં શામિલ કૌન બનેગા કરોડપતિની 13મી સીઝન ટૂંક સમયમાં આવનાર છે. ત્યારે આજે રોજ અમિતાભ બચ્ચને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી KBCનો પ્રોમો શેયર કર્યો છે. કૌન બનેગા કરોડપતિ પ્રોમો 2 ભાગમાં છે, જેનો પહેલો ભાગ અત્યારે બતાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં બીજો ભાગ પણ શેર કરવામાં આવશે.
સોમવારે અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કૌન બનેગા કરોડપતિનો પ્રોમો શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે તેની 13મી સીઝન ટૂંક સમયમાં આવનાર છે. પ્રોમો શેર કરતાં અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું હતું – કમિંગ બેક… કેબીસી પર. તે જ સમયે, તેમણે એમ પણ લખ્યું છે કે આ પ્રોમોનો ભાગ 2 ટૂંક સમયમાં આવી રહ્યો છે.
પ્રોમો ખૂબ જ રમુજી છે જેમાં ગામ લોકો શાળાના મકાનને બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે અને તેમની છેલ્લી આશા કૌન બનેગા કરોડપતિ છે. જો તમે પણ આ વખતે નસીબ અજમાવવા માંગતા હો, તો શોની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.