જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત KMGIS-ICSE બોર્ડ સ્કુલ દ્વારા ફનફેસ્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 42 વર્ષથી ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ શિક્ષણ ક્ષેત્રે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે, ત્યારે જામનગરના બાળકોને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન મળે તેવા હેતુથી ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટ પોતાની 18મી સંસ્થા KMGIS-ICSE બોર્ડ સ્કુલનો શુભારંભ કરવા જઈ રહી છે ત્યારે બાળકોને અનોખી રીતે એજ્યુકેશન આપવાના હેતુથી એક ફનફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફનફેસ્ટમાં 11 પ્રકારની જુદી-જુદી એક્ટીવીટી કરાવવામાં આવી હતી. જેમાં મંડલા આર્ટ અને વારલી પેઈન્ટીંગ, રોબોટીક્સ, સ્ટાર ગેઝીંગ, ડાન્સ વર્કશોપ, કઠપૂતળી અને છાયા વાર્તા સહીતની પ્રવૃતિઓ યોજાઈ હતી. જેમાં વિધાર્થીઓ અને તેમના માતાપિતાએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શાળા કૌશલ્ય આધારિત શિક્ષણ અને એપ્લીકેશન આધારિત શિક્ષણ સાથે લાવી રહી છે ત્યારે હવે જામનગરના આંગણે KMGIS ના માધ્યમથી બાળકો ને ICSE બોર્ડનું શિક્ષણ પણ મળી રહેશે.