જામનગર શહેરના વાલ્સુરા નેવલ ભરતી કૌભાંડ છેતરપિંડીના ત્રણ વર્ષના નાસતા ફરતા રાજસ્થાનના સીકર જીલ્લામાંથી આરોપીને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 માં નોંધાયેલા વાલ્સુરા નેવલ ભરતી કૌભાંડ પ્રકરણમાં નાસતા ફરતા ઓમપ્રકાશ નામના શખ્સ અંગેની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા, પીએસઆઈ કે.ડી. જાડેજા, વી.એસ. પોપટ, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, હિતેશ મકવાણા, કલ્પેશ અઘારા, જયદીપસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, સાજીદ બેલીમ અને વિપુલ ગઢવી સહિતના સ્ટાફે રાજસ્થાન રાજ્યના સીકર જીલ્લાના લક્ષ્મગઢ તાલુકાના ભોજાસરડે ગામમાંથી પોલીસે ઓમપ્રકાશ સુખદેવસિંહ ઢાંકા નામના શખ્સને દબોચી લઇ જામનગર લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.