સીક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબીશનના કેસનો આરોપી નાસતો ફરતો હોય. સીક્કા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, સીક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબીશનના કેસનો આરોપી કરણ પ્રભુ લખધીર નામનો શખ્સ છેલ્લાં ત્રણેક માસથી નાસતો ફરતો હોય. આ દરમિયાન સીક્કાના પીએસઆઈ આર.એચ. બારની સૂચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અર્જુનસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, પો.કો. વિજયભાઈ કારેણાને મળેલી બાતમીના આધારે સીક્કા પોલીસે રેઇડ દરમિયાન આરોપી કરણ પ્રભુ લખધીર નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપી વિરૂધ્ધ લોધીકા પોલીસ સ્ટેશન, શાપર વેરાવળ પોલીસ સ્ટેશન તથા સીક્કા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.