Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆવતીકાલથી તમામ જીલ્લામાં 18+ ને વેક્સીન અપાશે

આવતીકાલથી તમામ જીલ્લામાં 18+ ને વેક્સીન અપાશે

- Advertisement -

ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે રૂપાણી સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી રાજ્યના તમામ જીલ્લાઓમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. અગાઉ રાજ્યના 10ના શહેરોમાં જ 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સીન આપવામાં આવતી હતી. જયારે હવે તમામ જીલ્લાઓ માટે આ નિર્ણય અમલમાં મુકવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાતમાં આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન આપવામાં આવશે. દરરોજ સવા બે લાખ ડોઝ આપવામાં આવશે. ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધી 1.72 કરોડથી વધારે લોકોનું  રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલથી રસીકરણની પ્રક્રિયા વધુ વેગવંતી બનશે. રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. અંતે ઉલ્લેખનીય છે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 1207 કેસ નોંધાયા છે.જયારે 17 દર્દીઓના મૃત્યુ થયા છે.જયારે 3018 દર્દીઓ સ્વસ્થ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular