જામનગર જિલ્લામાં આજથી તા. 29 જૂન સુધી અસંગઠીત શ્રમયોગીઓ રજીસ્ટ્રેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે આધારકાર્ડ, આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર તેમજ બેન્કની પાસબુક સાથે રાખવાની રહેશે.
આજે ધ્રોલ ખાતે પીઠડીયા એન્ટરપ્રાઈઝ ગાંધીચોક, સોપારીવાળા કોમ્પલેક્ષ શોપ નં-30 તેમજ આશાપુરા એન્ટરપ્રાઈઝ ગાંધીચોક, સોપારીવાળા કોમ્પલેક્ષ શોપ નં-37, 14 જૂનના રોજ ગુલાબનાગરમાં રુષી કોમન સર્વિસ સેન્ટર, પ્રથમમાળ, વિશાલ મેડિકલ સ્ટોરની સામે, તા. 15 અને 18 જૂન એમ બન્ને તારીખે કાલાવડ ખાતે ગણેશ ઓનલાઈન સર્વિસ સેન્ટર સિનેમા હોલ તેમજ જોડિયા ખાતે દિપકભાઈ ગોહિલની વ્યાજબી ભાવની દુકાન મેઇન બજાર, 17 જૂનના રોજ જામનગર ખાતે 107 વેબઝોન પંચવટી પોઈન્ટ કોમ્પલેક્ષ, બેડીબંદર રોડ, 21 અને 27 જૂનના રોજ જામનગર ખાતે ખેતીવાડીની સામે ન્યુ ઇન્દિરા કોલોની, સંત રોહીદાસ ચોક, 22 અને 25 જૂનના રોજ લાલપુર સી. એસ. સી. જનસેવા કેન્દ્ર, 24 જૂનના રોજ મોરકંડા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે 27 અને 29 જૂનના રોજ જામજોધપુર ખાતે પ્રિન્સ સી. એસ. સી. સેન્ટર, આરામગૃહ પાસે, બલમંદિરની સામે તેમજ 29 જૂનના રોજ કાલાવડનાકા બહાર શાહ પેટ્રોલ પંપની સામે સમા સી. એસ. સી. સેન્ટર, અમન સોસાયટી શેરી નં.3 ખાતે યોજનારા ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પમાં વધુમાં વધુ અસંગઠીત શ્રમયોગીઓએ કાર્યક્રમના સ્થળે હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવા મદદનીશ શ્રમ આયુક્ત જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.