Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયહવેથી વેક્સિન સર્ટિફિકેટમાં કરી શકાશે સુધારો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

હવેથી વેક્સિન સર્ટિફિકેટમાં કરી શકાશે સુધારો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

- Advertisement -

દેશભરમાં હાલ રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કોવિન એપ પરથી લોકો પોતાનું વેક્સિન સર્ટીફીકેટ મેળવી શકે છે. પરંતુ જો તેમાં અમુક કારણસર કોઈ ભૂલ રહી ગઈ હોય તો હવે તેમાં લોકો સુધારો કરી શકશે. ભારત સરકાર દ્રારા કોવિન પોર્ટલમાં નવું ફીચર આપવામાં આવ્યું છે. જેના દ્રારા નામ, જન્મ તારીખ અને જેન્ડર સાથે જોડાયેલ ભૂલોને સુધારી શકાશે.  

- Advertisement -

જો તમે વેક્સીન સર્ટિફીકેટમાં સુધારો કરવા માંગતા હોવ તો સરકાર દ્રારા તેમાં ઓનલાઈન સુધારો કરવાની સુવિધા આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી વિકાસ શીલે દ્રારા આ અંગે માહિતી આપવામાં આવી છે. વેક્સીન સર્ટિફિકેટમાં જો કોઈ ભૂલ હોય તો માત્ર કોવિન પ્લેટફોર્મ પર જ સુધારી શકાશે.

કેવી રીતે વેક્સીન સર્ટિફિકેટમાં સુધારો કરશો (covid vaccine certificate update) :

- Advertisement -

સૌથી પહેલા https://www.cowin.gov.in કોવિન એપ પર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગઇન કરવાનું રહેશે.

બાદમાં તેઆઈડી ને સિલેક્ટ કરો જેમાં સુધારો કરવાનો હોય

- Advertisement -

આઈડી સિલેક્ટ કર્યા બાદ રેઈઝ ઈન ઈશ્યુના ઓપ્શન દેખાશે તે સિલેક્ટ કરવાનું રહેશે.
નામ, જન્મ તારીખ અને જેન્ડરમાં કરેક્શનનો ઓપ્શન આવશે. તેના પર ટિક કરીને કરેક્શન કરવામાં આવશે.

બાદમાં તમને જેન્ડર, જન્મતારીખ. નામ વગેરે સુધારવાનો ઓપ્શન મળશે. જેમાં સુધારો કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular