શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા પુ.પા.ગો. 108 શ્રી વલ્લભરાયજી મહોદયના કર કમલો દ્વારા ગો. શ્રી વૃજ ભુષણલાલજી માર્ગનું નામાભિકરણ ખુલ્લુ મૂકાયુ હતું.
છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર શહેરમાં શ્રી મદનમોહન પ્રભુની પ્રાચિન હવેલી આવેલી છે ત્યારે શહેરની પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સુષ્ટિ માટે પુર્ણ શ્રધ્ધા અને આસ્થાનું આ આધ્યાત્મિક કેન્દ્ર કે જે મોટી હવેલી તરીકે પ્રસિધ્ધ છે. જી.ડી. શાહ સ્કુલથી મોટી હવેલી તરફ જતા આ રોડને ગો. શ્રી વૃજભુષણલાલજી માર્ગ નામાભિકરણ સને 2000 માં સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ, આ રોડ પર નામકરણ સાથે કોઇ બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. ત્યારે રઘુવંશી યુવા સંસ્થા એવી શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા જામનગર મહાનગરના સતાધિકારી અને પદાધિકારીને લેખિત જાણ કરી નામાભિકરણ અંતર્ગત સાઈનબોર્ડ મુકવામાં આવ્યું છે.
જેનું વિમોચન પુ.પા.ગો.108 શ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વીરદાદા જશરાજ સંસ્થાની પુરી ટીમને તેઓએ આશીર્વાદ પણ આપ્યા હતાં. આ તકે શહેરના વૈષ્ણવ સમાજના અગ્રણીઓ વજુભાઈ પાબારી, પુર્વ મેયર અમીબેન પરીખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી વ્રજલાલભાઈ પાઠક, ડો. વિમલભાઈ પરમાર, કમલેશભાઈ દવે, રમેશભાઈ જાની, કૃપાબેન લાલ, એડવોકેટ ચાંદનીબેન પોપટ, મનિષભાઈ દતાણી, મનોજભાઈ મણિયાર સહિતના વૈષ્ણવ સમાજમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ કાનાબારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો તેમ સંસ્થાના સહમંત્રી વિરાજભાઈ કાનાબારની યાદીમાં જણાવાયું છે.


