ગુજરાતમાં ગિરનાર પર્વત પર દર વર્ષે લાખો લોકો પરિક્રમા કરે છે. દર વર્ષે કારતક સુદ 11 થી પૂનમ એમ પાંચ દિવસ સુધી લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. હવે ગિરનારની જેમ અંબાજીના ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પણ લોકો પરિક્રમા કરી શકશે.આવતા વર્ષે શિયાળામાં આ આયોજન કરવામાં આવે તેવી સંભાવનાઓ છે.
બનાસકાંઠા જીલ્લાના કલેકટરે જણાવ્યું છે કે દેશ આઝાદ થયો ત્યારે ભારતને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું અને દેશ વિદેશમાં આવેલા માં અંબાના 51 શક્તિપીઠોના નિર્માણનું કામ અંબાજીના ગબ્બર પર્વત ખાતે સરદાર પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. માટે જૂનાગઢની ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા યોજવાનું અંબાજી મંદિર ટ્રસ્ટનું આયોજન છે. જેનાથી અંબાજી દર્શને આવતા કરોડો ભક્તો 51 શક્તિપીઠનાં દર્શનનો લ્હાવો લઈ શકશે.
ગબ્બર પર્વતની પરિક્રમા ક્યારથી શરુ કરવામાં આવશે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી પરંતુ આવતા વર્ષે શિયાળામાં પરિક્રમાનું આયોજન થઇ શકે છે. આ આયોજન થતા ભક્તો એક જ જગ્યાએ એક જ 51 શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવશે.