Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરજામનગર જીલ્લામાંથી લાખોના મુદ્દામાલ સાથે જુગાર રમતા ડઝનબંધ શખ્સો ઝડપાયા

જામનગર જીલ્લામાંથી લાખોના મુદ્દામાલ સાથે જુગાર રમતા ડઝનબંધ શખ્સો ઝડપાયા

- Advertisement -

- Advertisement -

જામનગર જીલ્લામાં જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલના રોજ જામનગર જીલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ દરોડા હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં જુગાર રમતા 38 થી વધુ શખ્સોની અટકાયત કરી પોણા બે લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જુદા જુદા પોલીસ દફતરમાં ગુન્હો નોંધી તમામ વિરુધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલાવડ ગ્રામ્ય પોલીસ ગઈકાલના રોજ ચેકિંગમાં હતી તે દરમિયાન વજીર ખાખરીયા ગામે સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગાર રમતા ભાવેશભાઈ દુદાભાઈ ગળચર, હમીરભાઈ પાલાભાઈ ગળચર,દિનેશભાઈ મેઘાભાઇ ચાવડા સહીતના 10 શખ્સોની ધરપકડ કરી રૂ.18590ની રોકડ તથા 1મોબાઈલ અને બાઈક કબજે કરી તમામ વિરુધ ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -

 અન્ય દરોડો જેમાં કાલાવડ પોલીસે ખરેડી જવાના રસ્તેથી જાહેરમાં જુગાર રમતા વિજયસિંહ સરદારસિંહ જાડેજા, મગનભાઈ કુળજીભાઈ ગીણોયા તથા યુસુબભાઈ દલની અટકાયત કરી રૂ.7010ની રોકડ તથા બે બાઈક અને એક મોબાઈલ જપ્ત કરી 49510નો મુદ્દામાલ કબ્જે કરી કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

કાલાવડ ગ્રામ્ય પોલીસે નાના પાંચદેવડા ગામના બસ સ્ટેન્ડ નજીકથી જાહેરમાં જુગાર રમતા રામરાજસિંહ રામસિંહ વીજાણી, સુખજીભાઈ ભીમાભાઈ એજાણી સહિતનાં 4 શખ્સોના કબ્જા માંથી રૂ.19230ની રોકડ અને મોબાઈલ મળી રૂ.19730નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

- Advertisement -

જામનગરના હાપા ગામેથી પંચકોશી એ ડીવીઝન પોલીસે જુગાર રમતા અજયભાઈ બચુભાઈ કનેજા, મયુરભાઈ દિલીપભાઈ સિરોયા, મગનભાઈ ચકુભાઈ ડાભી સહીતના 8 શખ્સોના કબ્જા અમનથી રૂ.10320ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધુંવાવ ગામે પોલીસે ચેકિંગ દરમિયાન ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા 3 શખ્સો મુકેશભાઈ કરશનભાઈ પરમાર, ભરતભાઈ નાનજીભાઈ ધવડ, હરીશભાઈ કેશુભાઈ પરમારની અટકાયત કરી રૂ.10780ની રોકડ રકમ કબજે કરી પંચકોશી એ ડીવીઝન પોલીસ દફતરે જુગારધારાની કલમ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જામનગર જીલ્લાના સિંગચ ગામે બાવળની ઝાડીમાં બેસી જુગાર રમતા આમીન આદમ, હુસેન અલીભાઈ સંઘાર, ઉમર અબ્દુલ્લા સંઘાર સહીતના 5શખ્સોની અટકાયત કરી મેઘપર પોલીસે રૂ.14630ની રોકડ રકમ સાથે તમામની ધરપકડ કરી ગુન્હો નોંધ્યો હતો.

લાખાબાવળ ગામે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન એક મહિલા સહીત છ શખ્સો જેમાં દિનેશભાઈ મંગાભાઈ કંટારીયા, જીતુભાઈ મેઘજીભાઈ મકવાણા, નારણભાઈ મલાભાઈ મકવાણા સહતનાઓની અટકાયત કરી તેના કબ્જા માંથી રૂ.15870ની રોકડ રકમ કબ્જે કરી તમામ વિરુધ પંચકોશી બી ડીવીઝન પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular