દેવભૂમિ દ્વારકામાં ગત તારીખ 16 મી ના રોજ ગુજરાતના હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આવ્યા હતા. ત્યારે તેમની સાથે ગઈકાલે શુક્રવારે દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે પ્રોટોકોલમાં રહેલા દેવભૂમિ દ્વારકાના એડિશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી ગોહિલ સાહેબ દ્વારા સર્કિટ હાઉસમાં આવેલા “દ્વારકેશ કક્ષ” ખાતે ચાર્જિંગમાં મુકાય મુકેલો રૂપિયા 20,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન તથા આ ફોનના ફ્લિપ કવરમાં રાખવામાં આવેલા રૂપિયા 700 મળી કુલ રૂપિયા 20,700 નો મુદ્દામાલ કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ ડેપ્યુટી રજીસ્ટ્રાર તેજસ બીપીનભાઈ મહેતા (ઉ.વ. 37) દ્વારા દ્વારકા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 380 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.