જામનગર શહેરમાં અંબર ચોકડી નજીક અજાણ્યા શખ્સોએ દુકાનની બારી તોડી રૂ. 39,500ની રોકડ તથા આધારકાર્ડની નકલ ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે જજના નવા બંગલાપાસે આવેલ દિનેશભાઈ ગીરધરલાલ ચંદ્રનની માલિકીની કે.કે.ફૂટવેર નામની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ રાત્રીના સમયે દુકાનની પાછળની બારી તોડી અંદર પ્રવેશી દુકાનનો કબાટ ખોલીતેમાં રહેલ પાઉંચમાં રાખેલ રૂ. 39,500ની રોકડ તથા આધારકાર્ડની નકલ ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની જાણ થતા દિનેશભાઈ દ્વારા જાણ કરાતા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીના બનાવની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.