Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરફેસબુકમાં મિત્રતા કેળવી યુવતી પાસેથી પૈસા પડાવ્યા

ફેસબુકમાં મિત્રતા કેળવી યુવતી પાસેથી પૈસા પડાવ્યા

યુવતીના ઘરે આવી અભદ્ર માગણી : પિતા અને પુત્ર દ્વારા યુવતીને ધમકી

- Advertisement -

- Advertisement -

જામનગરમાં રહેતી એક યુવતીને ફેસબુકના માધ્યમમથી ફ્રેન્ડશીપ કર્યા પછી યુવતીના ઘરે આવી અશ્ર્લિલ હરકતો સાથે બિભત્સ માંગણી કર્યાની અને લગ્નનો પ્રસ્તાવ કર્યા પછી 55 હજાર રૂપિયા ઉછીના લઇ જઈ પરત નહીં આપી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે.

બનાવ અંગેની વિગત મુજબ, જામનગરમાં રહેતી અપરિણીત યુવતીને મોરબીમાં રહેતા કરણ પ્રવિણભાઈ ચૌહાણ નામના વ્યકિત સાથે ફેસબુકમાં ફ્રેન્ડશીપ થઈ હતી. મોબાઇલ ફોનમાં વાતચીત કર્યા પછી લગ્નનો પ્રસ્તાવ આપી પ્રવિણ જામનગરમાં યુવતીના ઘરે આવ્યો હતો અને અશ્ર્લિલ હરકતો કરી શારીરિક અડપલા કર્યા હતાં. ઉપરાંત અભદ્ર માગણી કરી તેની પાસેથી રૂા.55 હજાર ઉછીના લઇ લીધા હતાં અને પરત દેવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમજ કરણના પિતા પ્રવિણએ પણ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરશે તો પતાવી દેવાની ધમકી આપી હતી. આખરે બનાવ અંગેની પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ જે.આર. કરોતરા તથા સ્ટાફે કરણ અને તેના પિતા પ્રવિણ ચૌહાણ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular