જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આજે અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ બંગલા પાસે રાજસ્થાનના જોધપુરથી આવેલી ક્રિકેટ એકેડમી ઓફ પઠાણની અંડર-19 ની ક્રિકેટ ટીમ અને જામનગરની ક્રિકેટ ટીમ વચ્ચે ફ્રેન્ડલી મેચ યોજાઈ હતી. જેના ટોસ તથા ઉદઘાટન વિધિ જામનગર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી દ્વારા કરવામાં આવી હતી. આ સમયે જોધપુરની ટીમના મેનેજર અવતારસીંઘ તથા દિપકભાઇ નેગી અને જામનગરના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, મેનેજર ભરતભાઈ મથ્થર તથા રાજુભાઈ રાજકોટ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.