બિહારમાં એનડીએના જ્વલંત વિજયની હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામજોધપુર રેલવે સ્ટેશન ખાતે કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. એનડીએની ભવ્ય જીતને વધાવી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની પ્રજાલક્ષી નીતિના પ્રતિફળરૂપે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો છે. જેની સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર સાથે ઉજવણી કરાઇ હતી. જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમ રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેનના શુભારંભ કાર્યક્રમમાં હાજર હોય, ટ્રેનનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ લોકલ ટ્રેનની મુસાફરીની મજા માણી હતી.
આ દરમ્યાન ટ્રેનમાં જ તેમને બિહારમાં એનડીએની જીતની ઉજવણી કરી હતી. તેમજ જામજોધપુર રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ રેલવે સ્ટેશન ખાતે કાર્યકર્તાઓ સાથે એનડીએની જિત ઉજવી કાર્યકર્તાઓના ઉત્સાહને વધાવ્યો હતો. આ તકે કેન્દ્રિયમંત્રી મનસુખભાઇ માંડવિયા, રાજ્યમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા સહિતના પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


