Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયફ્રાન્સના રાષ્ટ્રપતિને એક શખ્સે જાહેરમાં થપ્પડ મારી, વિડીઓ વાયરલ

ફ્રાન્સના રાષ્ટ્રપતિને એક શખ્સે જાહેરમાં થપ્પડ મારી, વિડીઓ વાયરલ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઈલ મૈક્રોન દક્ષીણ પૂર્વ ફ્રાંસની યાત્રામાં હતા તે દરમિયાન એક શખ્સે તેને જાહેરમાં થપ્પડ મારી દીધી હોવાનો વિડીઓ વાયરલ થયો છે. આ બનાવમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી પૂછતાછ શરુ કરી છે.

- Advertisement -

હાલમાં જ ફ્રેન્ચ સૈન્યને સેવા આપતા એક જુથે રાષ્ટ્રપતિ ઈમૈનુઈલ મૈક્રોનને ઇસ્લામને લઇને સુચના આપી હતી. આ જૂથનું કહેવું છે કે ઇસ્લામ ધર્મને છુટ આપવાથી ફ્રાન્સનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આ પ્રકારનો પત્ર પણ ફ્રાન્સના સામાયિકમાં પ્રકાશિત થયો હતો. જેમાં ગૃહયુદ્ધની ચેતવણી આપવામાં આવી હતી.  બાદમાં ફ્રાંસના ગૃહમંત્રી અને રાષ્ટ્રપતીના સહાયકે આ પત્રને કેટલાક લોકોનું ષડ્યંત્ર જણાવ્યું હતું.

ફ્રાન્સમાં સેનેટ દ્વારા નવા ઠરાવના સમર્થનમાં મતદાન કરાયા બાદ એપ્રિલમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયનો આક્રોશ હતો. આ ઠરાવમાં જાહેર સ્થળોએ 18 વર્ષથી નીચેની છોકરીઓનાં બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular