જામનગર શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ધીમે-ધીમે સરકી રહ્યો હોય ઠંડીનું પ્રમાણ વધતું જઇ રહયું છે. અને ઠંડીની જમાવટ થતાં શહેરીજનો ગરમવસ્ત્રોમાં લપેટાવા મજબૂર બનતાં જાય છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી ચૂકયું છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા બાદ અનેક રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાતો જઇ રહ્યો છે.
જામનગર સહિત હાલાર પંથકમાં ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થતો જઇ રહ્યો છે. લઘુતમ તાપમાન ગગડતાં શિયાળાની જમાવટ થતી જઇ રહી છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતાં 24 કલાક દરમ્યાન જામનગરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી, મહતમ તાપમાન 29.8 ડિગ્રી, હવામા ભેજનું પ્રમાણ 74 ટકા તથા પવનની ગતિ 4.8 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ હતી. લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચતા હવે ઠંડીનો માહોલ જઇ રહ્યો છે. ખાસ કરીને મોડી સાંજે તથા વહેલી સવારે ઠંડીનો વધુ અેસ હેરીજનો કરી રહયા છે. અને આવા સમયે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા જોવા મળી રહયા છે.
ઉતર ભારતના ઠંડા પવનો ગુજરાતમાં પ્રવેશતા ઠંડીની જમાવટ જોવા મળી રહી છે. ખાસ કરીને નગરસીમ અને ગ્રામ્ય પંથકોમાં તથા હાઇવે પર વધુ ઠંડી અનુભવાઇ રહી છે. િયાળાની સીઝન જામતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરતાં ગરમ કપડાંની દુકાનો અને લારીઓમાં લોકોની ભારે ભીડ જામતી જઇ રહી છે. તેમજ ઠંડીનું પ્રમાણ વધતાં લોકો તાપણાનો પણ સહારો લઇ રહયા છે. વહેલી સવારે અને રાત્રિના સમયે વાતાવરણમાં ટાઢકથી થતાં શહેરીજનો ધીમે-ધીમે એસી તથા પંખા બંધ કરી રહયા છે. શિયાળાનો માહોલ જામતાં વહેલી સવારે કસરત કરનારાઓની સંખ્યા પણ વધતી જાય છે. શિયાળો સ્વાસ્થ્ય વર્ધક મનાતો હોય લોકો મોટી સંખ્યામાં મોર્નિંગ વોક, જોગિગ, યોગ કસરતોમાં લાગી ચૂકયા છે. આ ઉપરાંત શિયાળુ વાનગીઓ એવા અડદિયા, ખજૂરપાક, ચીકીની પણ ધીમે-ધીમે ખાણીપીણી શરૂ થઇ રહી છે.
શિયાળાના આગમન સાથે ચા, કોફી, સૂપ, કાવો જેવી ગરમ ખાણીપીણી તરફ પણ લોકો વળી રહયા છે. આ ઉપરાંત બજારમાં ઝીંઝરા, શેરડી, સીતાફળ સહિતની વસ્તુઓનું વેચાણ વધતું જઇ રહયુ છે. જામનગર શહેર ઉપરાંત ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ઠંડીનું પ્રમાણ વધતાં ખેતી કામ કરતાં ખેડૂતો તથા પશુપાલકો ઠંડીની અસર જોવા મળી રહી છે.