કોરોનાની મહામારી સામે લડવા માટે દેશભરમાં વેક્સીનેશનનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા તા.24ને રવિવારના રોજ જુનાગઢના ગિરનાર રોપ-વે, અંબાજી અને પાવાગઢ રોપ-વે પર 24 તારીખના રોજ જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય એવા પ્રથમ 100 પ્રવાસીઓને મફતમાં રોપ-વે ની સફર કરાવવાનો નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યુ છે.
તા.24ને રવિવારના રોજ જે લોકોએ કોરોનાના વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તેવા પ્રથમ 100 પ્રવાસીઓને ગિરનાર, અંબાજી અને પાવાગઢ રોપ-વેની સફર માટે પૈસા ચુકવવાના રહેશે નહી. ઉષા બ્રેકો કંપનીના અઘિકારી દિપક કપલીશએ જણાવેલું કે, સમગ્ર દેશમાં ઐતિહાસિક ક્ષણના વધામણા કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિ:શુલ્ક રોપ-વે સફરનો લ્હાવો લેનાર પ્રવાસીઓએ વેક્સિનના બંન્ને ડોઝ લીધાના સર્ટીફીકેટની કોપી સાથે રાખવા જણાવ્યું છે.