કોરોના મહામારીમાં હોમકોરોન્ટાઇન રહેલા કોરોનાગ્રસ્ત પરિવારોને ભોજનની કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાષ્ટ્રસંત પ.ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત વિનામૂલ્યે ટિફિન સેવાનો મુંબઇ, રાજકોટ, કલકત્તા, વડોદરા, ભાવનગરમાં સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે.
વર્તમાન કોરોના મહામારીની આ સ્થિતિમાં છેલ્લાં કેટલાય મહિનાઓથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ પ્રેરિત અને અર્હમ યુવા સેવા ગ્રુપ સંચાલિત વિવિધ પ્રકલ્પો અને આયોજનો લાખો પરિવારોને સેવા આપી રહ્યાં છે. મુંબઇના અનેક ક્ષેત્રોમાં હોમ ક્વોરેન્ટાઇન કોરોના ગ્રસ્ત પરિવારો માટે નિ:શુલ્ક પરમ ટિફીન સહાય સેવાનો પ્રારંભ થયો છે, જેમાં શુદ્ધ, ગરમ, સાત્વિક, જૈન ભોજનની હોમ ડિલીવરી કરવામાં આવે છે મુંબઇની સાથે રાજકોટ, કોલકત્તા, વડોદરા અને ભાવનગરમાં પણ ફ્રી પરમ ટિફીન સહાય સેવા ચાલું છે. દરરોજ 1000 પરમ ટિફિન કોરોનાગ્રસ્ત પરિવારો ને મોકલવામાં આવે છે.જે સેવા અને સહાય કરે છે, તે સુરક્ષિત રહે છે.