જામનગરની સેવાક્યિ સંસ્થા હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગર શહેરના જુદા-જુદા 26 જેટલા વિસ્તારોરમાં મકરસક્રાંતિના પર્વ નિમિતે તા. 14ના રોજ સવારે 10 વાગ્યાથી 12વાગ્યા સુધી વિનામુલ્યે પતંગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેનો જામનગરના ઉત્સવપ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
જામનગર શહેરમાં સેવાક્યિ પ્રવૃતિઓ ચલાવતી તેમજ અનેક ધાર્મીક અને સામાજીક ઉત્સવની ઉજવણીમાં સહભાગી બનતી સંસ્થા હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વને લઈને પણ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે, અને જામનગરની ઉત્સવપ્રિય જનતા ઉપરાંત પતંગપ્રેમી લોકો માટે વિનામુલ્યે પતંગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ બન્ને સંસ્થા દ્વારા શહેરના જુદા જુદા 26 વિસ્તારો જેમાં બેડેશ્વર ચોક, રામેશ્વર ચોક, અન્નપૂર્ણા ચોક, ધરારનગર-2 વિસ્તાર, ડી.કે.વી.સર્કલ, જુની નાગનાથ ગેઈટ પોલીસ ચોકી, નવાગામ ધેડ, નિલકમલ ચોકડી, દિગ્જામ સર્કલ ચોકડી, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતનગર-પટેલ સમાજ, ગોકુલનગર, લીમડાલાઈન, ચાંદી બજાર સર્કલ, સુભાષ-શાકમાર્કેટ, ગુલાબનગર-શાકમાર્કેટ, હાપા, મહાપ્રભુજીની બેઠક, દરબારગઢ સર્કલ, હવાઈ ચોક, 58-દિ.પ્લોટ, શંકર ટેકરી, મયુર ટાઉનશીપ તેમજ સાધના કોલોની સહિતના વિસ્તારોમા તા. 14ને શુક્રવારે સવારે 10 થી 12 દરમ્યાન વિનામુલ્યે પતંગનું વિતરણ કરવામાં આવશે જેથી જામનગરના પતંગરસીયાઓએ ઉપરોક્ત સ્થળેથી વિનામુલ્યે પતંગ મેળવી લેવા ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ કરાયો છે.