જામનગર કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટ 3પ વર્ષ થી કેન્સર અંગે જાગરૂક્તા ફેલાવી તેનું વહેલુ નીદાન કરી કેન્સર મુક્ત સમાજની રચના કરવાના ઉદેશ્યથી કાર્યરત છે. દરવર્ષે તા. 31 મેવર્લ્ડ નો ટોબેકો ડે નિમીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવે છે. આ વર્ષે પણ 31 મે નો ટોબેકો ડે WE NEED FOOD NOT TOBACCOની થીમ સાથે આવતીકાલે અમો ડી.કે.વી. સર્કલ સામે કોલેજના ગેઈટ પાસે, સૂર્યમુખી હનુંમાનજીના મંદી2 પાસે સાંજે 6થી 10 કલાક દરમિયાન જાહેર કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં સંપૂર્ણ ઘરગથ્થુ ચીજોથી બનાવેલ મેજીક મીક્ષ્ા માઉથ ફ્રેશનર કે જેના દ્વારા તમાકુના વ્યસનથી મુક્ત થવું સહેલું બને છે. વર્ષ 2019માં આ મેજીક મીક્ષ્ા માઉથ ફે્રશનરની પ000 ડબીઓનું વિત2ણ ક2ી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયામાં સ્થાન મેળવેલ અને જવલંત સફળતા પ્રાપ્ત કરેલ, તો આ વર્ષે ફ2ી એક્વા2 મુખવાસ નું જાહે2માં વિત2ણ ક2ી સમાજને વ્યસનમુક્ત કરવાના શુભ હેતુથી સાથે મળી અને કેન્સરને મ્હાત આપીએ. આ પ્રસંગે 10પ નવતનપુરીધામના શ્રી કૃષ્ણમણીજીમહા2ાજ સાહેબ આશિર્વચન પાઠવશે તથા મેય2 બીનાબેન કોઠા2ી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહેશે. જામનગર કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટનો રીસર્ચ પ્રોજેકટ હોવાથી તમાકુ છોડવા ઈચ્છનારે સ્થળ ઉપર આવી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી આ માઉથ ફ્રેશનરના પાઉચ વિનામૂલ્યે મેળવી શકાશે.