ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુ. (આઇટીઆરએ) કે જે આયુર્વેદ ક્ષેત્રે દેશની પ્રથમ ઇન્સ્ટીટયૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ છે. તેના દ્વારા આયુષ મંત્રાલય, ભારત સરકારના ઉપક્રમે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પ્રમાણિત એવી આયુ. ઔષધિ ‘આયુષ-64’નું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.
આયુષ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત વિવિધ નેશનલ ઇન્સ્ટીટયૂટ અને રિસર્ચ કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલ ચિકિત્સકીય સંશોધનના અંતે આયુષ-64 ટેબલેટને ઓછા અથવા મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતાં કોરોનાના દર્દીઓમાં ઉપયોગી જણાવેલ છે. દેશના વિવિધ શહેરોમાં આયુષ-64 ટેબલેટ કોરોનાના 18 વર્ષથી ઉપરના દર્દીઓને તેમની જે ચિકિતસા ચાલી રહી હતી તેને સાથે આપવામાં આવેલ હતી. તેના સારા પરિણામ મળવાથી જ આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં મોટી સંખ્યામાં આયૂષ-64 ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાના આ બીજા વેવમાં દર્દીઓ ખૂબ જ ઝડપથી ગંભીર પરિસ્થિતિમાં આવી જાય છે અને ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે. આવી પરિસ્થિતિ ન આવે અને કોરોનાના લક્ષણો ઝડપથી કાબુમાં આવે એ હેતુથી આ આયુષ-64 ને રોગીઓને ચાલી રહેલ ચિકિત્સા સાથે લેવા માટે સલાહ આપવામાં આવી રહી છે.
જામનગર સ્થિત આઇટીઆરએ દ્વારા પણ આ સંશોધન અંતર્ગત આયુષ 64 ટેબલેટ કોરોનાના દર્દીઓને આપવામાં આવી હતી અને કોવિડ ટેસ્ટ પોઝિટિવ દર્દીને (માઇલ્ડ થી મોડરેટ) કે જે હોમ આઇસોલેશનમાં હોય તેના માટે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ માટે સેવા ભારતીની મદદ દ્વારા ઘરે ઘરે જઇને હોમ આઇસોલેશન દર્દીને આ ઉપયોગી દવા પહોંચાડવામાં આવશે તેમજ આયુષ-64 વિતરણ કેન્દ્ર આઇટીઆરએ કેમ્પસ, રિલાયન્સ માર્ટ સામે, જામનગર ખાતે સોમવારથી શનિવાર સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી શરુ કરવામાં આવેલ છે.
આ દવા મેળવવા માટે દર્દીઓના કોરોના પોઝિટીવનો રિપોર્ટ, આધાર કાર્ડ અને તેમને હાલના લક્ષણોની વિગત આપવી અનિવાર્ય રહેશે. આ દવા કઇ રીતે લેવી અને કેટલા સમય સુધી લેવી એ વિગત દવાની સાથે જ આપવામાં આવશે. તો જામનગરની જનતાને આ દવાનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.
- આયુષ-64 શુું છે ? : આયુષ-64 એક આયુ. દવા છે જે ભારત સરકારના આયુષ વિભાગ હેઠળની આયુ. સશોધન માટેની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદિક સાયન્ટ્સીસ (સી.સી.આર.એ.એસ.) દ્વારા ભૂતકાળમા મેલેદરીયાની દવા તરીકે વિકસાવવામાં આર્વેલ. આ દવાના ઘટકોના રોગ પ્રતિકારક અંગેના, વાઈરસજન્ય રોગોને રોકર્વા અંગેના તથા તાવ વિરુદ્ધના ગુણધર્મોને ધ્યાનમા રાખી હાલ તેને ફરીથી ઉપયોગમા લાવવામા આર્વી છે. આયુષ-64 પર થયેલ વૈજ્ઞાનિક અભ્યાસમા જણાયુું છે કે તેના 36 પૈકી 35 વનસ્પતિ ઘટક દ્રવ્યો વાઈરસ જન્ય શારીરીક પરિવર્તનો સામે ઉચ્ચ પ્રકારની પ્રવતરોધક ક્ષમતા ધરાર્વે છે. ફ્લ્યુ જેર્વા રોગોમા પણ આ દવાના ખૂબ જ પરિણામો જણાયા છે. ભારતભરમા થયેલ છ જુદા જુદા સુંશોધનોમાં મળેલા પરિણામો અનુસાર લક્ષણો વગરના કે હળવાથી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા કોવીડ-19 રોગના દર્દીઓમા તેમને આપવામાં આવતી વનસ્પતિ ચિકિત્સા સાથે આયુષ-64 ઉમેરવાથી સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ અને જીવનની ગુણવત્તા ઝડપથી સામાન્ય થાય છે.
- આયુષ -64 કોણ લઇ શકે ? : આયુષ-64 કોર્વીડ-19ના દર્દીઓ રોગના કોઈપણ તબતકામા લઇ શકે છે. જો કે તેનો ર્વૈજ્ઞાનિક અભ્યાસ કોઈ વિશેષ જોખમી પરિસ્થિતિ વિનાના – લક્ષણો વગરના કે હળર્વાથી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાર્વતા કોર્વીડ-19 રોગના દર્દીઓ કે જેઓને આત્યવયક પરિસ્થિતિ નથી કે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડેલ નથી તેર્વા દર્દીઓ પર કરવામા આવેલ છે. આ પ્રકારના દવાઓ આયુષ-64 લેવા યોગ્ય જણાયા છે. વધુ સારા પરિણામો માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ દ્વારા થયાના સાત દિવસો દરમ્યાન અથવા તાવ, નાક બંધ થઇ જવુુ, શરીર દુુ:ખવુ, નાક ગળુ, માથાનો દુ:ખાર્વો, ઉધરસ વગેરે કોર્વીડ-19ના હળવા કે મધ્યમ કક્ષાના લક્ષણો સમયે વાપરી શકાય.
- આયુષ-64 શા માટે લેવી જોઈએ ? : આયુષ-64 કોવીડ-19ના લક્ષણો અને ગંભીરતાને ઓછી કરવામા લગતા સમયગાળાને નોંધપાત્ર રીતે ઘટાડી ઝડપથી બનાવવામાં કરે છે. આ ઉપરાંત તે શારીદરક થાક, ભૂખ, ઊંઘ, અને માનસિક તણાવમા પણ ફાયદો આપી સામાન્ય સુધારવામા ઉપયોગી જણાયેલ છે.
- શુું કોર્વીડ-19 પર આયુષ-64ની અસર વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે ? : આયુષ-64 એ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુ. સાયન્સીસ (સી.સી.આર.એ.એસ.) દ્વારા તમામ કાયદાકીય આવશ્યક ધારાધોરણો તેમજ ઔષધ ગુણવત્તાના નિયમો અનુસાર વ્યક્ત કરવામાં આવેલી અનેક વનસ્પતિ ઘટકો ધરાવતી આયુ. છે. તે એક થી વધુ સેન્ટરો પર કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં હળવાથી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા કોવીડ-19 રોગના દર્દીઓમાં તેમને આપવામાં આવતી નિયમિત ચિકિત્સા સાથે સહકારી ઔષધ તરીકે ચિકિત્સા ઉપયોગી હોવાનુ જણાવ્યું છે. કોવીડ-19ના દર્દીઓ પર કરવામાં આવેલ અભ્યાસના પરિણામોથી એ પ્રસિદ્ધ થયુ છે કે માત્ર નિયમિત ચિકિત્સા લેતા રોગીઓની સાપેક્ષે તેની સાથે આયુષ-64 આપવાથી સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિમાં નોાંધપાત્ર ફાયદો થાય છે તેમજ હાસ્પિટલમાં દાખલ રહેવાના સમયગાળામાં પણ નોાંધપાત્ર ઘટાડો થાય છે.
- કોેર્વીડ-19ના દદીર્ર્ઓ માટે તેની આદર્શ માત્રા શી છે ? : લક્ષણો વગરના કોવીડ-19ના દર્દીઓ માટે આયુષ-64ની 500 મી.ગ્રા.ની બે ગોળી દિવસમા બે વાર ભોજન કયાચના એક કલાક પછી 14 દિવસ માટે સૂચવવામાં આવેલ છે. હળવાથી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાર્વતા દર્દીઓ માટે આયુષ-64ની માત્રા 500 મી.ગ્રા.ની બે ગોળી દિર્વસમાું ત્રણ વાર ભોજન કયાચના એક કલાક પછી 14 દિવસ માટે લેવી જોઈએ.
- શુું આયુષ-64 ની કોઈ આડ અસર છે ? : કેટલાક દર્દીઓને ઝાડા થઇ શકે છે, પરુંતુ તે કોઈ ચિકિત્સા વગર પોતાની જાતે જ મટી જાય છે.
- શુું આયુષ-64 કોવીડ -19થી સુરક્ષા માટે લઇ શકાય ? : રોગથી બચવા માટે આયુષ-64 500 મી.ગ્રા.ની બે ગોળી દિવસમા બે વાર લઇ શકાય, પરંતુ હજી સુધી રોગથી બચાવવા માટેની તેની અસરકારકતાની કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા પુષ્ટિ થયેલ નથી. જો કોઈ વ્યક્તિ કોર્વીડ-19ના દર્દીના સંપર્કમાં આવે અને જો લક્ષણો દેખાય તો આયુષ-64 લઇ શકાય છે, જોકે આવી વ્યક્તિઓએ આર.ટી.પી.એસ.આર. અથવા રેપીડ એન્ટીજન ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ તથા તે રોગ માટેની વનયવમત સારવાર પણ લેર્વી જોઈએ.
- કોર્વીડ-19ના હળવા લક્ષણો વાળા કેસમા આયુષ-64 એકમાત્ર ચિકિત્સા તરીકે લઇ શકાય ? : હા, જો યોગ્ય રેફરલ હોસ્પીટલની સુવિધા ઉપલબ્ધ હોય તો કોઈપણ આયુ. ચિકિત્સકની કડક દેખરેખ નીચે તે કોવીડ-19ના હળવા લક્ષણોવાળા કેસમા એકમાત્ર ચિકીત્સા તરીકે લઇ શકાય છે. જ્યારે રોગી ઘરે જ એકાતમા સારવાર લેતા હોય ત્યારે તેને અન્ય વનસ્પતિ ચિકિત્સા સાથે લેવી સલાહભર્યુુ છે. આયુષ-64 યોગ્ય આયુષ ચિકિત્સકની સલાહ અનુસાર જ લેવી જોઈએ.
- આયુષ-64 કેટલા દિવસ સુધી લેવી જોઈએ ? : આયુષ-64 ઓછામા ઓછા 14 દિવસ લેવી જોઈએ. જો જરૂરી જણાય તો આયુ.ચિકિત્સકની સલાહ અનુસાર અને દેખરેખ હેઠળ તે 12 અઠવાડીયા સુધી લઇ શકાય છે. વૈજ્ઞાનિક રીતે કરવામા આવેલા અભ્યાસમા તે 12 અઠવાડીયા સુધી સલામત હોવાનુું જણાયુું છે.
- આયુષ -64 કેવી રીતે લેર્વી જોઈએ ? : આયુષ-64 ભોજન પછી એક કલાકે ગરમ પાણી સાથે લેર્વી જોઈએ.
- કોર્વીડ-19ના એવા દર્દીઓ જેમને અન્ય રોગો હોય, તેઓ આયુષ-19 લઇ શકે ? : હા, બી.પી. કે ડાયાબીઝ ધરાવતા કોવીડ-19ના હળવાથી મધ્યમ કક્ષાના લક્ષણો વાળા દર્દીઓ આયુષ-64 લઇ શકે છે. આવા દર્દીઓએ તેમના રોગની દવાઓ બંધ ન કરવી જોઈએ.
- રસીકરણ પછી આયુષ-64 લેવામા આર્વે તો તે સુરક્ષિત છે ? : હા, જો કોઈ વ્યક્તિને રસીકરણ પછી પણ કોરોના વાઇરસનો ચેપ લાગે છે તો યોગ્ય આયુ. ચિકિત્સકની સલાહ અનુસાર તે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ દ્વારા થયાના સાત દિવસોની અંદર આયુષ-64 લઇ શકે છે. જો કે આ ઉંગે વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા કોઈ પુરાર્વા પ્રાપ્ત થયા નથી.
- શુું આયુષ-64 સગભાચ સ્ત્રીઓ અને સ્તનપાન કરાર્વતી માતાઓ માટે સુરવક્ષત છે ?
સગભાચ સ્ત્રીઓ અને સ્તનપાન કરાર્વતી માતાઓમાું આયુષ-64 સુરવક્ષત છે તેર્વુું હજી સુધી ર્વૈજ્ઞાવનક રીતે સ્થાવપત થયેલ નથી. - શુું આયુષ-64 બજારમા ઉપલબ્ધ છે ? હા, તે બજારમા ઉપલબ્ધ છે અને આય.ઓની કોઈપણ દુકાન પરથી ખરીદી શકાય છે. જો કે તેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સકની દેખરેખ હેઠળ જ થવા આવશ્યક છે, આથી દુકાનેથી તેની સીધી ખરીદી (ઓટીસી) ન થાય તે સુનિશ્ર્ચિત કરવુ જોઈએ.
- આયુષ-64 લેતી વખતે કઈ માર્ગદર્શિકાનુું પાલન કરવુુ જોઈએ ? : આયુષ-64નો ઉપયોગ કરતી વખતે કોઈ વિશેષ તકેદારી રાખવાની આવશ્યકતા નથી. જો કે ભારત સરકારના આયુષ વિભાગ તેમજ આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા કોવીડ-19 સંબંધિત જે કોઈ માર્ગદશિકાઓ સમયાંતરે બહાર પાડવામાં આવે છે તેનું પાલન કરવુ આવશ્યક છે.