Sunday, January 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરના યુવાન સાથે નોકરીની લાલચ આપી છેતરપિંડી

જામનગરના યુવાન સાથે નોકરીની લાલચ આપી છેતરપિંડી

આંગડિયા પેઢીમાં ઉચા પગારે નોકરી અને મુંબઇમાં સ્થાયી કરાવી દેવાની લાલચ આપી : યુવાનના દસ્તાવેજો મેળવી બોગસ પેઢી બનાવી વ્યવહારો કર્યા : બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસેના સ્વામિનારાયણ નગરમાં રહેતાં યુવાનને આંગડિયા પેઢીમાં ઉચા પગારે નોકરી અપાવવા અને મુંબઇમાં સ્થાયી કરાવવાની લાલચ આપી બે શખ્સોએ ખાતુ ખોલાવવા માટે દસ્તાવેજો મેળવી યુવાનના નામની બોગસ પેઢી બનાવી છેતરપિંડી આચરી વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના હાલાર હાઉસ પાસેના સ્વામિનારાયણ નગર શેરી નં.5 માં રહેતાં બેકાર હરીશ જેઠાભાઈ પરમાર નામના યુવાનને જતિન પાલા અને મોહીત ઉર્ફે વિવેક પરમાર નામના બે શખ્સોએ વિશ્ર્વાસમાં લઇને હરીશને મુંબઇમાં સ્થાયી કરવા અને આંગડિયા પેઢીમાં ઉચા પગારે નોકરી અપાવવાની લાલચ આપી યુવાનના દસ્તાવેજો બેંક ખાતુ ખોલવા માટે મેળવી લીધા હતાં અને ત્યારબાદ આ બન્ને શખ્સોએ હરીશના નામની ખોટી પેઢી બનાવી લીધી હતી તેમજ પૂર્વ આયોજિત કાવતરુ રચી બોગસ પેઢી બનાવી આર્થિક વ્યવહારો પણ કર્યા હતાં. આ અંગેની જાણ થતા હરીશે બે શખ્સો વિરૂધ્ધ વિશ્ર્વાસમાં લઇ છેતરપિંડી આચરી યુવાનનું બેંક ખાતુ ખોલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular