Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરક્રેડિટ બુલ્સ કંપનીના ફાઉન્ડર સહિતનાઓ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી

ક્રેડિટ બુલ્સ કંપનીના ફાઉન્ડર સહિતનાઓ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી

જામનગરના એક વેપારીએ પાંચ લાખનું રોકાણ કર્યુ : મુદ્તે પૈસા પરત નહીં મળતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી : અન્ય રોકાણકારો સાથે પણ છેતરપિંડી થયાની આશંકા

- Advertisement -

જામનગર શહેરમાં પી.એન. માર્ગ પર આવેલા બિલ્ડિંગમાં ક્રેડીટ બુલ્સ કંપનીના સીઈઓ સહિતના કર્મચારીઓએ નાના રોકાણકારોને માસિક વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ પરત ન પૈસા નહીં ચુકવી છેતરપિંડી આચર્યાની રોકાણકાર દ્વારા ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પી એન માર્ગ પર આવેલા ન્યુ એન્ટલાન્ટીક બિલ્ડિંગમાં 412 નંબરની ઓફિસમાં આવેલી ક્રેડીટ બુલ્સ કંપની દ્વારા જુદી જુદી સ્કીમોમાં નાણાંનું રોકાણ કરી તેના પર વળતર આપવાની લાલચ આપતા હતાં અને નાના નાના રોકાણકારો પાસે રોકાણ કરાવતા હતાં. જામનગરના જ ખોડિયાર કોલોનીમાં રહેતાં કેયુર વિજયભાઈ સુરેલિયા નામના વેપારી યુવાન દ્વારા આ કંપનીની સ્કીમમાં આવી જઈ વિશ્ર્વાસ રાખી બે વર્ષ અગાઉ પાંચ લાખનું રોકાણ કર્યુ હતું. કેયુરભાઈ સહિતના અનેક લોકોએ કંપનીની સ્કીમમાં રોકાણ કર્યુ હતું. જો કે બે વર્ષના સમય દરમિયાન માસિક વળતર ન મળતા રોકાણકારોને છેતરાયા હોવાની આશંકા જતા કંપનીમાં અવાર-નવાર રજૂઆત કરવા છતાં રોકેલા નાણાંનું વળતર મળ્યું ન હતું. જેના કારણે થાકીને રોકાણકારે ક્રેડીટ બુલ્સ કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ધવલ દિનેશ સોલાણી, પાર્ટનર ફરજાન ઈરફાન અહેમદ શેખ (મુંબઇ), કંપનીના હ્યુમન રીસોર્સીસ રીજનલ યશ દિનેશ સોલાણી, રીઝનલ હેડ પંકજ પ્રવિણ વડગામા નામના ચાર શખ્સોએ એક સંપ કરી ગુનાહિત કાવતરુ રચી રોકાણકારોના રૂપિયા અને વળતર પરત આપવાના બદલે અંગત ઉપયોગ માટે ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે કંપનીના સીઈઓ અને મુંબઇના પાર્ટનર સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જો કે, કંપનીમાં કેટલાં લોકોએ કેટલાં લાખનું રોકાણ કર્યુ છે ? અને કંપની દ્વારા કુલ કેટલાં લોકો સાથે આ રીતે છેતરપિંડી કરવામાં આવી છે ? તે અંગેની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular