જામનગર શહેરમાં લોજીસ્ટીક કંપનીના સંચાલક દ્વારા મોટી ખાવડીથી ઈન્દોર ખાતે રિલાયન્સ કંપનીના ગોડાઉનમાં મોકલવા માટે બે ટ્રક દ્વારા પ્લાસ્ટિકના દાણા મોકલ્યા હતાં જે જામનગરના શખ્સ સહિતના ત્રણ શખ્સોએ કુલ રૂા.59,14,628 ની કિંમતના 59 ટન પીપી દાણાની 2360 બેગ બારોબાર વેંચી નાખી વિશ્ર્વાસઘાત-છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
છેતરપિંડી વિગત મુજબ, જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા શ્રી કનૈેયાપાર્કમાં રહેતાં અને લોજેસ્ટિક કંપનીમાં નોકરી કરતા ગૌરવ ગોયલ નામના યુવાને તેની લોજેસ્ટિક કંપનીમાં મોટી ખાવડી રિલયાન્સ કંપનીના ઈન્દોરમાં આવેલ રિલાયનસ કંપનીના ગોડાઉનમાં પીપીદાણાનો જથ્થો માોકલવા માટે જામનગરના જયવીરસિંઘ મોતારામ ચૌધરી મારફતે જીજે-19-એકસ-6812 નંબરના ટ્રકમાં રૂા.30,54,418 ની કિંમતની 30 મેટ્રીક ટનની 1200 બેગ પીપીદાણા તથા જીજે-10-ટીએકસમાં રૂા.28,60,210 ની કિંમતના 29 મેટ્રીક ટનની 1160 પીપીદાણાની બેગો ભાડાના ટ્રકમાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથીઈન્દોર ખાતે આવેલા રિલાયન્સ કંપનીના ગોડાઉનમાં મોકલવા રવાના કર્યા હતાં. પરંતુ આ બંને ટ્રકમાં મોકલેલા પીપીદાણા ઈન્દોર ખાતે રિલાયન્સ કંપનીના ગોડાઉનમાં પહોંચાડવાને બદલે અન્ય સ્થળે ખાલી કરાદી દીધા હતાં.
ત્યારબાદ ત્યાંથી રૂા.59,14,628 ની કિંમતનો 59 મેટ્રીક ટન પીપીદાણાનો જથ્થો બારોબાર વેંચી નાખી લોજીસ્ટિક કંપની સાથે વિશ્ર્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડીના બનાવમાં લોજીસ્ટિક કંપનીના કર્મચારી દ્વારા જયવીરસિંઘ મોતારામ ચૌધરી તથા મહારાષ્ટ્રના નિર્ભય મધુસુદન ઠકકર અને સુરતના રાજીવ રંજન સિંઘ નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મેઘપર પીએસઆઇ બી બી કોડીયાતર તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.