જામનગર શહેરમાં રહેતાં વેપારી યુવાન સાથે ખંભાળિયાના શખ્સે સ્વીફટ કાર ઉંચા ભાડા ઉપર રાખવાની લાલચ આપી ભાડુ તથા કાર પરત નહીં કરી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ત્રિવેણી મંદિર પાછળ શાંતિવિલાસ વિસ્તારમાં રહેતા મુળ રાજસ્થાનના કાલુસીંઘ મનોહરસીંઘ ચૌહાણ (ઉ.વ.37) નામના વેપારી યુવાન સાથે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતાં ગૌરવ નરેશ બુધ્ધભટ્ટી નામના શખ્સે વિશ્ર્વાસમાં લઇ વેપારી યુવાન પાસે રહેલી સ્વીફટકાર ઉંચા ભાડા ઉપર રાખવા માટે તથા ભાડે રાખવાની લાલચ આપી વેપારી યુવાનની જીજે-10-ડીએ-1379 નંબરની રૂા.8.50 લાખની કિંમતની સ્વીફટ કાર લઇ ગયો હતો. ત્યારબાદથી ગૌરવ વેપારીને કારનું ભાડુ પણ ચૂકવતો ન હતો. અવાર-નવાર ભાડાની માંગણી કરવા છતાં ભાડુ ન મળતા વેપારીએ કંટાળીને પોલીસમાં જાણ કરી હતી જેના આધારે પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે વેપારી કાલુસીંઘના નિવેદનના આધારે છેતરપિંડીનો ગુનો નોંધી ગૌરવની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.