Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં જૂગાર રમતા ત્રણ મહિલા સહિત 14 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં જૂગાર રમતા ત્રણ મહિલા સહિત 14 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના સુવરડા ગામની સીમમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા. 1,46,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના ગોપ ગામમાંથી વર્લીના આંકડા લખતા શખ્સને રૂા.23,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસેના વિસ્તારમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.10,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના રામેશ્વરનગરમાંથી જૂગાર રમતી ત્રણ મહિલાઓને રૂા.23020 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર તાલુકાના સુવરડા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા વિમલ મહેશ નાખવા, બાબુ કાનજી કછટિયા, પરબત હમીર ચાવડા, જીત સુધીર જોઇસર, દિપક ત્રિભવન બકરાણી, અનિલ હેમંત નાખવા નામના છ શખ્સોને પંચ એ પોલીસે રેઈડ દરમિયાન રૂા.69,950 ની રોકડ રકમ અને રૂા.80,500 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા.1,46,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામજોધપુર તાલુકાના ગોપ ગામમાંથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં કરણકુમાર નરેન્દ્ર પંડયા નામના શખ્સને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ વર્લીના આંકડા લખેલું સાહિત્ય તથા રૂા.18,100 ની રોકડ રકમ અને રૂા.5,000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.23,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઈડ દરમિયાન સાગરભારથી, નરોતમ જોશી, ગીરીશ પાથર, ભાયા નંદાણિયા, ખીમા વાઢીયા, દેવાણંદ ઉર્ફે દેવો માલદે નંદાણિયા નામના સાત શખ્સોની ખુલ્લી હતી. જેથી પોલીસે કપાત લેનાર સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી ભાઇની વાડી વિસ્તારમાં ચુન્ના ભઠઠ્ઠા પાસે જૂગાર રમતા દિલીપ ઘેલુ સાદીયા, મેહુલ ધરમશી નકુમ, મોહન હરી ગેડા, રાહુલ દેવજી ધ્રુવ નામના ચાર શખ્સોને રૂા.10,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, જામનગર શહેરમાં રામેશ્વરનગર મધુરમ રેસીડેન્સી શેરી નં.3 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ મહિલાઓને રૂા.10,020ની રોકડ રકમ અને રૂા.13,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ મળી કુલ રૂા.23,020 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા ચાર મહિલાઓ સહિત સાત વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular