જામનગર શહેરની ભાગોળે આવેલ વિશાલ હોટેલની પાછળ આવેલ જામનગર મહાનગરપાલિકાની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર રીતે માટી ઠાલવવામાં આવતી હોય, આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી અને જામ્યુકોની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર રીતે ટ્રેકટર દ્વારા માટી ઠાલવવામાં આવતું હોવાનું ઝડપાતા ચાર ટ્રેકટરો જપ્ત કરવામાં આવ્યા હતાં અને ગેરકાયદેસર માટી ઠાલવવાનું અટકાવવામાં આવ્યું હતું.