Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ચાર બેઠક બિનહરીફ

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ચાર બેઠક બિનહરીફ

રાઘવજી પટેલ- મુળુભાઈ બેરા- ધરમશીભાઈ ચનિયારા- જીતુભાઈ લાલ- પ્રવિણસિંહ ઝાલા-હેમંત ખવા અને રાજેશ વાદીનો વિજય : વશરામ સોલંકી-મેરામણ ભાટુ-બ્રીજરાજસિંહ જાડેજા અને કાંતિ ગઢીયા-રઘુભાઇ મુન્દ્રાનો પરાજય

- Advertisement -

જામનગર જિલ્લા સહકારી બેંકની યોજાયેલી ચૂંટણીમાં આજે ડીકેવી કોલેજ ખાતે મત ગણતરીનો પ્રારંભ થયો હતો આ મત ગણતરી 14 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણી માટે કરવામાં આવી હતી. જેમાં ચા બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી જયારે અન્ય બેઠકો માટે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા સહકારી બેંકની યોજાયેલી ચૂંટણી બાદ આજે જામનગરની ડીકેવી કોલેજ ખાતે મત ગણતરીનો પ્રારંભ પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યો હતો. મત ગણતરીના પ્રારંભમાં જામનગર તાલુકાની બેઠક ઉપર પૂર્વ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલાને 23 મત મળ્યા હતાં. જયારે તેમના હરીફ ઉમેદવાર મેરામણ ભાટુને 20 મત મળતા પ્રવિણસિંહ ઝાલાનો વિજય થયો હતો. જ્યારે ભાણવડની બેઠક ઉપર ભાજપા અગ્રણી અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાનો 11 મતે વિજય થયો હતો જ્યારે તેમના હરીફ ઉમેદવાર વશરામ સોલંકીને માત્ર એક મત મળ્યો હતો અને ધ્રોલની બેઠક ઉપર ગ્રામ્ય ધારાસભ્ય અને જામનગર માર્કેટ યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલને 13 મત મળતા વિજયી થયા હતાં. જ્યારે હરિફ ઉમેદવાર રઘુભાઇ મુન્દ્રાને સાત મળ્યા હતાં.

જ્યારે જામજોધપુર બેઠક ઉપર પૂર્વ ડાયરેકટર અને પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજા અને હેમંત હરદાસ ખવા બન્નેને 11-11 મત મળતા ટાય થઈ હતી અને ત્યારબાદ ચીઠ્ઠીમાં હેમંત ખવાનો વિજય થયો હતો તેમજ કાલાવડ બેઠક ઉપર રાજેશભાઈ વાદીને 26 અને હરિફ ઉમેદવાર કાંતિભાઈ ગઢિયાને 24 મત મળતા રાજેશભાઈનો 2 મતથી વિજય થયો હતો.

- Advertisement -

જોડિયા બેઠક ઉપર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા ને 14 મત મળતા વિજય થયો હતો. જ્યારે તેમના હરિફ ઉમેદવાર અને બેંકના પૂર્વ એમડી જીવણભાઇ કુંભારવડિયાનો ત્રણ મતે પરાજય થયો હતો.

જિલ્લા સહકારી બેંકની 30 આઇબી બેઠક ઉપરથી બેંકના પૂર્વ ડાયરેકટર જીતુ લાલ 66 મતે વિજેતા થયા હતાં જ્યો હરીફ ઉમેદવાર વિલશન નગવાણીને માત્ર 10 મત મળ્યા હતાં.

- Advertisement -

જામનગર જિલ્લા સહકારી બેંકના ચૂંટણીના પરિણામોએ અનેક સમિકરણો બદલાવી નાખ્યા છે. મોટા રાજકીય આગેવાનોની હાર થઈ છે. જયારે અમુક અગ્રણીઓનો વિજય થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular