Monday, December 23, 2024
Homeરાજ્યમોડપર નજીક વાહને બાઈકને હડફેટે લેતા દંપતી સહિત ચાર ઘવાયા

મોડપર નજીક વાહને બાઈકને હડફેટે લેતા દંપતી સહિત ચાર ઘવાયા

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો યુવાન તેની પત્ની અને બે બાળકો સાથે કાલાવડ દાડામાં બાઈક પર જતાં હતાં તે દરમિયાન જામનગરથી 29 કિ.મી. દૂર મોડપર પાસે પહોંચ્યા ત્યારે રવિવારે સવારના સમયે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી કારે ઠોકર મારી હડફેટે લેતા પરિવારના ચારેય સભ્યોને ઈજા પહોંચાડી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર સોમનાથ સોસાયટીમાં રહેતાં અને કાલાવડના વતની કમલેશભાઇ ઝીંઝુવાડિયા નામનો યુવાન રવિવારે સવારના સમયે તેના જીજે-10-એઈ-5725 નંબરના બાઈક પર તેની પત્ની અને બે સંતાનો સાથે કાલાવડમાં તેના કાકાના મૃત્યુ બાદ દાડામાં જતાં હતાં ત્યારે જામનગરથી 29 કિ.મી. મોડપર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-એપી-1638 નંબરના વાહને બાઈકને ઠોકર મારતા અકસ્માતમાં કમલેશભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.37) તેમના પત્ની જોશનાબેન (ઉ.વ.35), પુત્રી ખુશાલી (ઉ.વ.15), પુત્ર હાર્દિક(ઉ.વ.11) નામના ચારેય સભ્યો બાઈક પર પડી જતાં ઈજા પહોંચી હતી. તેમાં યુવાનને પગમાં અને માથામાં તથા તેમના પત્નીને પગમાં તેમજ પુત્રીને માથાના ભાગે ગંભીર ઈજા અને પુત્રને માથામાં તેમજ મોઢાના ભાગે ઈજા પહોંચી હતી.

અકસ્માત બાદ ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે બાઇકસવાર કમલેશભાઈના નિવેદનના આધારે વાહનચાલકના નંબરના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular