જામનગર તાલુકાના દરેડ ગામમાંથી જામનગર એલસીબીએ દેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, દરેડ ગામમાં બસ સ્ટેન્ડ સામે રહેતો હેમરાજ ઉર્ફે હેમંત દેવાભાઈ ગોહિલ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ કરતો હોવાની એલસીબીના હરદીપભાઈ ધાધલ, શિવભદ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઈ ખફીને મળેલ બાતમીના આધારે રેઈડ દરમિયાન રૂા.4200 ની કિંમતના 210 લીટર દેશી દારૂ સાથે હેમરાજ ઉર્ફે હેમંત દેવાભાઈ ગોહિલ, સાગર રતનદાસ કાપડી, ભરત ખીમજીભાઈ જાદવ તથા મનસુખ પીઠાભાઈ ચોપડા નામના ચાર શખ્સોને પોલીસ ઝડપી લીધા હતા અને દારૂની સપ્લાય કરનાર હીપો ચારણની શોધખોળ હાથ ધરી હતી.
આ કાર્યવાહી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.