Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડના મોટા વડાળામાં તીનપતિ રમતા ચાર શખ્સોને ઝડપાયા

કાલાવડના મોટા વડાળામાં તીનપતિ રમતા ચાર શખ્સોને ઝડપાયા

- Advertisement -

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.3570 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના દરબારગઢ સર્કલમાં જાહેરમાં વર્લી મટકાનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.2700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સોને રૂા.1050 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના મોટા વડાળાના બસ સ્ટેન્ડ પાછળ આવેલા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સોહિલ ઘોઘા મુલતાની, અજરૂદીન બહાઉદીન મુલતાની, વિશાલ રમેશ સાડમીયા, કાદર કાસમ મુલતાની નામના ચાર શખ્સોને રૂા.3570 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરમાં દરબારગઢ સર્કલ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા નરશી વેલજી કાકુ અને રામજી વેલજી પરમાર નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2700 ની રોકડ રકમ અને વર્લીની સ્લીપ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, કાલાવડમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા યોગેશ વસંતરાય શુકલા અને રમેશ જેઠા ચમકીયા નામના બે શખ્સોને રૂા. 1050 ની રોકડ રકમ અને વર્લીની આંકડા લખેલી સ્લીપ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular