જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન વેલનાથ ચોકમાંથી જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરી પોલીસે બે મોબાઈલ સહિત 15 હજારથી વધુનો મુદામાલ કબ્જે કરી તમામ વિરુધ ગુન્હો નોંધ્યો હતો.
કાલાવડ તાલુકાના કુંભનાથપરા વેલનાથ ચોકમાં ચાર શખ્સો નીલેશભાઈ રાકેશભાઇ ધારેવાડીયા, તોફીક સતારભાઈ પતાણી, હરેશભાઈ ભૂપતભાઈ બારીયા અને કિશોરભાઈ નાનજીભાઈ મકવાણા તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે રૂ.10670ની રોકડ અને 5000ની કિંમતના બે મોબાઈલ મળી કુલ રૂ.15670નો મુદ્દામાલ જપ્ત કરી કાલાવડ પોલીસ દફતરમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.