જામનગર શહેરમાં દરેડ મસીતીયા રોડ ઉપર ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ચાર શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂપિયા 13,240ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં દરેડ મસીતીયા રોડ ઉપર અફઝલભાઈની ખોલીની સામે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન વિકાસ લખનભાઈ કુશવાહ, વિકાસ રમેશભાઈ પટવા, બ્રજકિશોર શ્રીરામાંજુર કુશવાહ અને મોહન લલાભાઈ પટવા નામના ચાર શખ્સોને રૂા. 13,240ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.