જામજોધપુરના બાલવા ગામેથી સ્થાનિક પોલીસે ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.62600 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાલવા ગામે ભુવા શેરીમાં જાહેર રોડમાં તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન દિલીપ છગન, મુકેશ ભીખુ પરસાણિયા, નીતિન કાનજી ભુવા, શૈલેષ ગોરધન દેલવાડિયા નામના ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.62,600 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.