Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગોકુલનગરમાંથી જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

જામનગરના ગોકુલનગરમાંથી જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

એકીબેકીના આંકડા બોલી જુગાર રમાડતા : 10150 ની રોકડ રકમ કબ્જે : સાધના કોલોની પાસેથી જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસેના વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.10150 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોની પહેલાં ગેઈટ પાસે ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સોને રૂા. 10080 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગોકુલનગર જકાતનાકા પાસે એકી બેકીનો જૂગાર રમાતો હોવાની પોકો હોમદેવસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન પરસોતમ રાણા પરમાર, મહેશ બાબુલ ભાલીયા, મસરી ખીમાણંદ ભારવાડિયા, મારખી આલા સુવા નામના ચાર શખ્સોને રૂા.10150 ની રોકડ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોની પહેલા ગેઈટ જાહેરમાં બાંકડા પર એકી બેકીના આંકડા પર જૂગાર રમતા યુસુફ મુસા દેસરાણી, અબ્દુલ મુસાફ ખફી નામના બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10080 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular