Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પટેલપાર્ક નજીકથી બે મહિલા સહિત ચાર શખ્સો જૂગાર રમતા ઝડપાયા

જામનગર શહેરમાં પટેલપાર્ક નજીકથી બે મહિલા સહિત ચાર શખ્સો જૂગાર રમતા ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પટેલ પાર્ક પ્રણામી સોસાયટી શેરી નં.3 માં એલસીબી પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રોકડ રકમ, વાહન સહિત કુલ રૂા.50,590 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પટેલ પાર્ક, પ્રણામી સોસાયટી શેરી નં.3 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર તથા અરજણભાઈ કોડિયાતરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી એન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન ગંગારામ રીજુમલ તન્ના તથા નંદલાલ રેલુમલ વધવાઈ નામના બે શખ્સો અને બે મહિલાઓ સહિત કુલ ચાર શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

તેમજ રેઈડ દરમિયાન રૂા.10,590 ની રોકડ રકમ તથા રૂા.40,000ની કિંમતનું મોટરસાઈકલ અને જુગારનું સાહિત્ય સહિત કુલ રૂ.50,590 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular