બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના મૂળ રહીશ અને હાલ મીઠાપુરમાં રહી અને ટાટા કંપનીમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા રજેશકુમાર શાલીક યાદવ નામના 32 વર્ષના યુવાન તેમની ફરજ પર અગાઉ હતા ત્યારે તેમને ચોક્કસ વિસ્તારમાંથી નીકળવા ન દેવાની બાબતનો ખાર રાખીને દ્વારકા તાલુકાના વસઈ ગામના ભીમાભા આશાભા સુમણીયા, વનરાજભા ગજુભા જામ, સુભાષભા અજુભા કેર અને નિલેશભા રાણાભા સુમણીયા નામના ચાર શખ્સોએ પૂર્વયોજિત કાવતરું રચી અને એકબીજાની મદદગારી કરીને લાકડી સાથે ધસી આવ્યા હતા.
જ્યાં આરોપીઓએ ફરિયાદી રજેશકુમાર યાદવને બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ચારેય શખ્સો સામે આઈપીસી કલમ 120 (બી), 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.