જામનગરમાં દિગ્જામમીલ પાછળ આનંદ સોસાયટીમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા એક વેપારી એ તેની દુકાનપાસે બિનજરૂરી ઉભા રહેતા બે શખ્સોને દુકાન પાસે બિનજરૂરી ઉભા રહેવાની ના પાડતા ચાર શખ્સોએ વેપારી ઉપર હુમલો કરતા અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગજામ મિલ પાછળ આનંદ સોસાયટીમાં રહેતા અને શિવ કરિયાણા નામની દુકાન ચલાવતા પ્રદીપ વિષ્ણુભાઈ દુધરેજીયા નામના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે, અને મૂઠ વડે માર મારી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારના અભિષેક, શનિ, બબી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ હુમલામાં વેપારીને માથામાં ઈજા થઈ હતી તેમજ નાક પાસે હુમલો કરાયો હતો જેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, અને તેને ટાંકા લેવા પડ્યા છે. સીટી-સી ડિવિઝન પોલીસે વેપારીની પૂછપરછ કરતાં ફરિયાદી ની દુકાન પાસે આરોપીઓ વિના કારણે ઊભા રહેતા હોવાથી તેઓને પોતાની દુકાન પાસે ઊભા રહેવા માટેની ના પાડી હતી. જેથી ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા, અને આ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. પોલીસ ચારેય આરોપીઓની શોધખોળ આરંભી હતી.