Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારતારાણા ગામ ટોલનાકા પાસે દારૂના જથ્થા સાથે કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ચાર...

તારાણા ગામ ટોલનાકા પાસે દારૂના જથ્થા સાથે કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ચાર શખ્સો ઝડપાયા

દારૂની બોટલ, મોબાઇલ ફોન તથા ઇકો ગાડી સહિત કુલ રૂા. પોણા ત્રણ લાખનો મુદામાલ જપ્ત

જોડિયા પોલીસે તારાણા ગામ ટોલનાકા પાસેથી ચેકિંગ દરમ્યાન ઇકો ગાડીમાં 26 નંગ દારૂની બોટલ સાથે કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત કુલ ચાર શખ્સોને ઝડપી લીધા હતા અને દારૂની બોટલ, મોબાઇલ ફોન, ગાડી સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જોડિયા પોલીસને તારાણા ગામ ટોલનાકા પાસેથી મોટરકારમાં દારૂના જથ્થા સાથે શખ્સો પસાર થવાના હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન એઝાઝ સલીમ ભટ્ટી, અક્ષય રાજુ પંડયા, વિસુ તથા એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ચાર શખ્સોને ઇકો ગાડીમાં રૂા. 14,690ની કિંમતની 26 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી. પોલીસે દારૂની બોટલ, રૂા. 15 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન તથા રૂા. 2.50 લાખની ઇકો ગાડી સહિત કુલ રૂપિયા 2,79,690નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular