જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10690 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગારદરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ભીખા માલદે કાંબરિયા, સવદાસ દાના બરાઈ, જયેશ ભરત સોઢા, ખોડા ખીમા બંધિયા નામના ચાર શખ્સોને રૂા.10690 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ જૂગાર અને જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.