જામનગર શહેરમાં સાધના કોલોની પહેલાં ગેઈટ પાસે મારી સામે કતરાઈને શું જુએ છે ? તેમ કહી ચાર શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર મારી કડા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોની એમ.44 બ્લોકનાં 4435 નંબરમાં રહેતા ભાણજીભાઈ રવજીભાઈ સીંગરખીયા નામનો યુવાન ગત તા.16ના રોજ રાત્રિના સમયે ઘર નજીક ઉભેલી ઈંડીકળીની રેંકડીએ પાર્સલ લેવા ઉભો હતો તે દરમિયાન નંદનવન સોસાયટીમાં રહેતાં હર્ષ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને ભાણજીને ‘સામે હજુ કતરાઈને શું જુએ છે ?’ તેમ કહી હર્ષ તથા તેની સાથેના ત્રણ સહિતના ચાર શખ્સોએ ભાણજી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી પણ બતાવી હતી તેમજ હાથમાં પહેરેલા કડા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. તે દરમિયાન ઈંડાકળીના રેંકડીવાળા રાયલાભાઈ આવી જતાં ચારેય હુમલાોર નાશી ગયા હતાં. આ અંગેની જાણના આધારે પીએઅસાઈ એમ.કે. બ્લોચ તથા સ્ટાફે હર્ષ સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.