Wednesday, April 2, 2025
Homeરાજ્યજામનગરવાંકીયા ગામમાં થયેલ જીરૂની ચોરીના કેસમાં ચાર શખ્સો ઝડપાયા... - VIDEO

વાંકીયા ગામમાં થયેલ જીરૂની ચોરીના કેસમાં ચાર શખ્સો ઝડપાયા… – VIDEO

બે વાહનો, રોકડ સહિત કુલ રૂ.11,26,000 નો મુદ્દામાલ કબ્જે: ધ્રોલ પોલીસ દ્વારા કાર્યવાહી : બે શખ્સો વિરૂધ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં છ થી સાત ગુનાઓ નોંધાયા

વાંકીયા ગામમાં થયેલ જીરાની ચોરીના બે કેસમાં ધ્રોલ પોલીસે ચાર શખ્સોને ઝડપી લઇ ચોરીમાં ઉપયોગમાં લીધેલ બે વાહનો, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.11,26,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વાંકીયા ગામેથી જીરાની ચોરી થયાની બે ફરિયાદો નોંધાઈ હતી. આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરકાર લઇને રાજકોટથી ધ્રોલ આવનાર હોવાની ધ્રોલના એએસઆઈ વનરાજભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા તથા કરણભાઈ શિયારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર. બી. દેવધા તથા પીઆઈ એચ વી રાઠોડના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા જાયવા ગામના પાટીયા પાસે હાઈવે પર વોચ ગોઠવી હતી. જેમાં જીજે-11-સીએલ-8315 નંબરની સ્વીફટ કાર તથા જીજે-03-એનકે-3239 નંબરની બલેનો કાર ત્યાંથી પસાર થતા તેની રોકી તેમાંથી ચાર શખ્સો મળી આવતા તેની પુછપરછ હાથ ધરતા ગુનાની કબુલાત કરી હતી.

- Advertisement -

ધ્રોલ પોલીસે રાજકોટ-જિલ્લાના વિજય ઉર્ફે બેરીયો મુકેશ સોલંકી, રાકેશ ઉર્ફે રાહુલ મુકેશ સોલંકી, સુનિલ ભીખુ પરમાર, સંજય ઉર્ફે મુકેશ ઝીણા સોલંકી નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતાં અને તેમની પાસેથી રૂા.5 લાખની કિંમતની જીજે-11-સીએલ-8315 નંબરની સ્વીફટ કાર તથા રૂા.5 લાખની કિંમતની જીજે-03-એનકે-3239 નંબરની બલેનો કાર, રૂા. 70 હજારની રોકડ રકમ, તથા રૂા.50 હજારની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ આરોપીઓ પૈકી વિજય સામે ગોંડલ, જેતપુર સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ છ ગુના તથા રાકેશ વિરૂધ્ધ પણ જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગોંડલ સહિતના પોલીસ સ્ટેશનોમાં સાત જેટલા ગુના નોંધાયા છે. તેમજ રોનક રાજેશ ભટ્ટ નામના શખ્સની શોધખોળ ચાલુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular