કાલાવડના લક્ષ્મીપુરમાં વેપારી યુવાનના ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેતા વેપારી આ બાબતે વાતચીત કરવા જતા બે મહિલા સહિત ચાર શખ્સોએ વેપારીને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. સામાપક્ષે યુવાન અને તેની પત્નીને આઠ શખ્સોએ બોલાચાલી કરી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામનો વતની અને હાલ રાજકોટમાં મવડી 150 ફુટ રીંગરોડ પર રહેતા વેપારી ભુમેશભાઈ ભવાનભાઈ લુણાગરીયા નામના યુવાનની ખેતીની જમીન લક્ષ્મીપુરમાં આવેલી હતી અને તેના ખેતરે જવાનો રસ્તો બંધ કરી દીધો હોવાથી વેપારીએ ગોપાલ ડાયા ઝાપડા, રમાબેન લક્ષ્મણ ઝાપડા, રાહુલ લક્ષ્મણ ઝાપડા, ડિમ્પલબેન લક્ષ્મણ ઝાપડા નામના ચાર શખ્સોએ વેપારીએ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે લક્ષ્મણ ઉકા ઝાપડા તથા તેનો પરિવાર ગામમાં આવેલા વાડે બેઠા હતાં ત્યારે ભુમેશ ભવાન લુણાગરીયા અને તેની પત્ની, ભવાન ચના લુણાગરીયા અને તેની પત્ની, બાબુ ચના લુણાગરીયા અને તેની પતિ, અશ્ર્વિન ચના લુણાગરીયા અને તેની પત્ની સહિતના આઠ શખ્સોએ લક્ષ્મણભાઈની પત્ની સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી ધક્કો માર્યો હતો અને ગાળો કાઢી લાકડી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગેની જાણના આધારે હેકો એ.આર. પરમાર તથા સ્ટાફે ભુમેશ લુણાગરીયાની બે મહિલા સહિત ચાર શખ્સો સામે અને સામાપક્ષે લક્ષ્મણ ઝાપડાની ચાર દંપતીઓ વિરૂધ્ધ સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


