Friday, December 5, 2025
Homeરાજ્યહાલારફલ્લામાં ચાર ઈંચ વરસાદ કંકાવટી ડેમ ઓવરફલો બે દરવાજા ખોલાયા

ફલ્લામાં ચાર ઈંચ વરસાદ કંકાવટી ડેમ ઓવરફલો બે દરવાજા ખોલાયા

જામનગર તાલુકાના ફલ્લા ગામે ગુરૂવારની રાતભર વરસેલા વરસાદથી ચાર ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ફલ્લાના કંકાવટી ડેમ મોસમમાં પ્રથમ વખત ઓવરફલો થતા બે દરવાજા ખોલવામાં આવ્યા હતાં.

- Advertisement -

રાતભર વરસેલા વરસાદથી તેમજ ડેમના ઉપરવાસના ગામોમાં થયેલા ભારે વરસાદને કારણે કંકાવટી ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ હતી. જેને કારણે ડેમ ઓવરફલો થતા રાત્રે જ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતાં. ફલ્લાના આસપાસના ગામોમાં પણ સારા વરસાદના અહેવાલો મળે છે. દર વર્ષે ચોમાસાની મધ્યમાં કે આખરી તબકકામાં કંકાવટી ડેમ ઓવરફલો થતો હોય છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ડેમ સંપૂર્ણ ભરાઇ ગયો છે. ઘણાં સમય બાદ જૂન મહિનામાં કંકાવટી ડેમ ઓવરફલો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular