જામનગર તાલુકાના સીકકાના કારાભુંગા રીક્ષા સ્ટેન્ડ પાસે જાહરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટની ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની ક્રિકેટ મેચના ખેલાડીઓની ચીઠીનો મોબાઇલમાં જૂગાર રમાડતા ચાર શખ્સોને પોલીસે રૂા.10,250 ની રોકડ રકમ અને ચાર મોબાઇલ મળી કુલ રૂા.30,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા કારાભુંગા રીક્ષાસ્ટેન્ડ પાસે જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટની ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની ફાઈનલ મેચના ખેલાડીઓની ચીઠી બનાવી મોબાઇલમાં ફોટા પાડી જૂગાર રમાડતા હોવાની જાણના આધારે સિક્કા પોલીસે રેઈડ દરમિયાન રાજેશ નાનજી પરમાર, અભયકુમાર સેલ્વરાજન ઐયર, કાંતિ રણછોડ અલગોતર, નરેશ પુંજા ભાંભી નામના ચાર શખ્સોને રૂા.10,250 ની રોકડ રકમ અને રૂા.20000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ સહિત કુલ રૂા.30,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.