Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા કોર્ટની ઓફિશિયલ લિંકનો દૂરપયોગ કરનાર ચાર બ્લોગર્સ ઝડપાયા

જામનગર જિલ્લા કોર્ટની ઓફિશિયલ લિંકનો દૂરપયોગ કરનાર ચાર બ્લોગર્સ ઝડપાયા

ચાર જુદી જુદી વેબસાઈટ પર ખોટી માહિતી મુકાઇ : સાઈબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના પીપલીમાંથી ચાર શખ્સોને દબોચ્યા

- Advertisement -

જામનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ધો.8, 10 અને 12 પાસ ઉમેદવારો માટે ચોકીદાર, ડ્રાઇવર, પિયુન, વોચમેન જેવા હોદ્દાઓ માટે ભરતી બહાર પાડનાર છે તેવી ખોટી જાહેરાતો જુદી જુદી વેબસાઈટ ઉપર મુકવામાં આવી હતી. જેમાં જામનગર કોર્ટની વેબસાઈટ લીંકનો દૂરૂપયોગ થયો હોવાની ફરિયાદમાં સાઈબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના ચાર બ્લોગર્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, થોડા સમય અગાઉ જામનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ધો.8, 10 અને 12 પાસ ઉમેદવાર પાસે ચોકીદાર, ડ્રાઈવર, પિયુન, વોચમેન જેવા હોદ્દાઓ માટે ભરતીની ખોટી જાહેરાતો જુદી જુદી ચાર વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. આ ખોટી જાહેરાતો માટે જામનગર કોર્ટની વેબસાઈટની લીંકનો દૂરુપયોગ થયાની ફરિયાદના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ પી પી ઝા, પોકો ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, એએસઆઈ ચંપાબેન વાઘેલા, પીસી રાહુલભાઇ મકવાણા, જેસાભાઈ ડાંગર, રંજનાબેન વાઘ, વિકીભાઈ ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નિલમબેન સીસોદિયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં પો.કો. ધર્મેશ વનાણી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં વિશેષ ડોમેન એનાલીસીસ ઈમેઇલ ફોરેન્સીક તેમજ ટેકનિકલ પૂરાવાઓ એકત્રિત કરી ખોટી જાહેરાત વાળી વેબસાઈટની માહિતી મેળવી અને તેનું એનાલીસીસ કરી બ્લોગર્સનું લોકેશન રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાનું આવતા શહેર ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સાઈબર પીઆઈ પી પી ઝા અને ટીમ રાજસ્થાન તપાસમાં ગઈ હતી.

જામનગર સાઈબર ક્રાઈમ ટીમે રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાના પીપલી ગામના રજનીકાંત સુભાષચંદ્ર કઠાનીયા (ઉ.વ.34 અભ્યાસ : બી.એ.બી.એડ) , કૃષ્ણકુમાર અમરસીંઘ દહિયા (ઉ.વ.30 અભ્યાસ : બી.એસ.સી.), રાકેશકુમાર શીશરામ માહિચ (ઉ.વ.29, અભ્યાસ: એચ.એસ.સી.), અજયકુમાર ઓમપ્રકાશ લાંબા (ઉ.વ.38, અભ્યાસ : એચ.એસ.સી.)ના નામના ચાર શકમંદોને ઝડપી લઇ ત્રણ મોબાઇલ ફોન કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular