Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઆયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇટ્રા) જામનગરના સ્થાપના દિવસની ઉજવણી - VIDEO

આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇટ્રા) જામનગરના સ્થાપના દિવસની ઉજવણી – VIDEO

આયુર્વેદ ક્ષેત્રમાં કારકિર્દીના ભાવી માર્ગો પર પરિસંવાદ યોજાયો : સાંસદ પૂનમબેન માડમ, આયુ. યુનિવર્સિટીના કુલપતિ, આઇટીઆરએના પ્રભારી નિયામક સહિતના ઉપસ્થિત

- Advertisement -

આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા) જામનગરના સ્થાપના દિન નિમિત્તે જામનગરમાં આજરોજ આયુર્વેદ ક્ષેત્રમાં કારકિર્દીના ભાવી માર્ગો પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલારના સાંસદ, ગુજ. આયુ. યુનિવર્સિટીના કુલપતિ, આઇટીઆરએના પ્રભારી આયુર્વેદ તજજ્ઞો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા) એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે તા. 15-10-2020ના રોજ સંસદમાં એકટ પસાર કરી દેશનું સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન અસ્તિત્વમાં લાવવામાં આવ્યું હતું. આજે ઇટ્રાનો ચોથો સ્થાપના દિવસ છે ત્યારે ઇટ્રા ખાતે આયુર્વેદ ક્ષેત્રમાં ભાવી માર્ગોને ઉજાગર કરવાના હેતુથી એક દિવસીય પરિસંવાદનું હાલાર લોકસભાના સંસદસભ્ય પૂનમબહેન માડમના મુખ્ય અતિથી સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય મુકુલ પટેલ પણ વિશેષ મહેમાન તરીકે જોડાયા હતા. આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક બી.જે. પાટગીરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના તૈયાર કરવામાં આવી હતી.

- Advertisement -

આ પરિસંવાદમાં આયુર્વેદ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેના આયોજનમાં દિવસભરમાં પાંચ તબક્કામાં યોજાયેલા વિવિધ વક્તવ્યોમાં વક્તા તરીકે એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી દ્વારા રાષ્ટ્રીય પરિસ્થિતિમાં આયુર્વેદ સ્નાતકો માટે શૈક્ષણિક અને અન્ય વ્યાવસાયિક તકો બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં મુંબઇ સ્થિત એમોર હેલ્થ એસેન્સિયલ્સના નિયમક ડો. વિજય સિંઘ ચૌહાણ દ્વારા આયુર્વેદ ક્ષેત્રમાં આન્ત્રપ્રેનિયોરશીપ વિષે અભ્યાસુ માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં અમેરીકાની આંતરરાષ્ટ્રીય વેદિક વેલનેસ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અભિમન્યુ કુમાર દ્વારા આયુર્વેદ નિષ્ણાતો માટે વૈશ્વિક પરિપેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અવકાશ- બાબતે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. ચોથા તબક્કામાં સી.સી.આર.એ.એસ.ના ડાયરેક્ટર જનરલ પ્રો. આર. એન. આચાર્ય દ્વારા સંશોધન ક્ષેત્રમાં કારર્કીર્દિના વિકલ્પો વિષે માહિતી આપવામાં આવી હતી. જ્યારે પાંચમાં તબક્કામાં સી.સી.આર.એ.એસ.-એન.આઇ. એમ.એચ.ના સંશોધન અધિકારી ડો. સાકેત રામ થ્રિગુલ્લા દ્વારા આરોગ્ય સંભાળ સેવાઓમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સિ: અવકાશ અને પડકારો બાબતે માહિતી આપવામાં આવી હતી. સ્થાપના દિવસના આ પરિસંવાદમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયુર્વેદ તબિબો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકામાં આર્યુવેદ દેશના સિમાડાઓ વટાવી વિશ્વભરના નકસામાં છવાયું છે ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ એ આયુર્વેદ ક્ષેત્રના સૌ કોઇ માટે નવું પાથેય પુરૂ પાડ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular