Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું એક રોડ અકસ્માતમાં અવસાન થયું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર પાસે બપોરે 3:30 કલાકે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. સૂર્યા નદી પુલ પર ડીવાઈડર સાથે અથડાવાના કારણે કારનો અકસ્માત થયો હતો અને પાલઘર પોલીસે સાયરસ મિસ્ત્રીના અવસાનની પુષ્ટિ કરી છે.
આ અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી છે. કારમાં કુલ 4 લોકો સવાર હતા જે પૈકીના 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના કાસા ગામના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને ગુજરાતની હદમાં કોઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

સાયરસ મિસ્ત્રી ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓ પૈકીના એક એવા પલોનજી શાપૂરજી મિસ્ત્રીના દીકરા હતા. સાયરસ મિસ્ત્રીનો જન્મ આયરલેન્ડ ખાતે થયો હતો. તેમણે લંડન બિઝનેસ સ્કુલ ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે 1991માં પરિવારના પલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular